નયનરમ્ય હિંડોળે
નયનરમ્ય હિંડોળે
હિંડોળા –
નયન રમ્ય હિંડોળે પ્રેમથી ઝૂલાવીએ
ઝૂલો ઝૂલોને નંદના લાલ,
મારે આંગણીયે આનંદ ગુલાલ
આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
નંદાલયે શોભંત ચાંદી હિંડોળે લાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
ly: inherit; font-style: inherit; margin: 0px; outline: 0px; padding: 0px; vertical-align: baseline; color: rgb(0, 128, 128);">અષાઢવદ નોમ છે આજે ગિરિરાજ
ઝૂલા શણગાર્યા અમે વૃક્ષોની ડાળ
ગિરિ કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
શ્રાવણસુદ નવમીએ ઘેલાં યમુનાજી
ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
શ્રાવણ ભાદોના સુંદર હિંડોળા
ઝૂલાવું હળવે પ્રભુ મારા શામળા
નાચે મોર ને હરખે હરિલાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
વ્રજ ગોવર્ધન શણગારે લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ
રમેશ પટેલ 'આકાશદીપ'