નવું પિંજરુ
નવું પિંજરુ
લાગતું ખોટું ઘણું એ હવે,
તું ! પંખી પિંજરે છો હવે,
આકરું લાગે નવું પિંજરું !
પાંખ ખોલી ને કહી ના હવે,
તું પંખી ! પણ કેદમાં છો હવે,
આકરું લાગે નવું પિંજરું !
આભ આખું ખુશ ખુશાલ છે,
તું પંખી ! પણ ખેદમાં છો હવે,
આકરું લાગે નવું પિંજરું !
વ્હાલ કરતું વાદળાં ને વટે,
તું પંખી ! પણ ગેલમાં છો હવે ?
આકરું લાગે નવું પિંજરું !
ગગન તારા ગોખ ને રેલતું,
તું પંખી ! પણ જેલમાં છો હવે,
આકરું લાગે નવું પિંજરું !
