STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 9

નવી અંતાક્ષરી - 9

1 min
286

(રપ)

મોરનાં પીંછાંમાં ચાંદલા,

જાણે આકાશના તારલા !

તારા ઝગમગ ઝબકે,

મોરની આંખડી ચમકે.


(ર૬)

કળા કરીને નાચે મોર,

બોલ બોલીને કરે શોર.

વાદળ સાથે કરે વાત,

વરસાદની કરે મુલાકાત.


(ર૭)

તેતર બોલે હર્ષથી ડોલે,

ડોલતાં ડોલતાં ચડે ઝોલે.

ટોળે મળીને સીમ ગજાવે,

ઝાડે ઝાડે ગીત સંભળાવે.


(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy