નવી અંતાક્ષરી - 5
નવી અંતાક્ષરી - 5
(૧૩)
બતક પાણીમાં તરતું,
રાજાની જેમ ફરતું.
પાણીમાં એનો પડે વટ,
તરતું એતો ઝટપટ.
(૧૪)
ટિટોડી નદી કાંઠે ફરતી,
બોલતી તો આભ ગજવતી.
આભમાં ઊડે સફર કરે,
આનંદમાં આવી બધે ફરે.
(૧પ)
રૂડો રૂડો ભરતો ટાંકો,
દરજીડો છે દરજી પાકો.
મસ્ત બનીને સીવે પાન,
ગાતો રહે મધુર ગાન.
(ક્રમશ:)
