નવી અંતાક્ષરી - 25
નવી અંતાક્ષરી - 25
(૭૩)
રસ્તે ચાલતો શીંગ ડોલાવતો,
બળદ ઘુઘરા ઘમકાવતો.
ભાંભરી કદીક કરે અવાજ,
બાકી તો ભોગવે મસ્તીનું રાજ.
(૭૪)
જલદી જલદી ભાગતું,
સસલું સરસ લાગતું.
રૂ જેવું સુંવાળું સસલું,
લાગતું કેવું ભલું ભલું.
(૭પ)
લાંબા લહેકાથી કરે દહાડ,
કંપી ઊઠતાં નદી-પહાડ.
સિંહ રાજા ને બાકીનાં દાસ,
રાજાનો હોય છે વટ ખાસ.
(ક્રમશ:)
