STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 15

નવી અંતાક્ષરી - 15

1 min
464

પ્રાણીઓ : જોડકણાં ક્રમાંક ૪૩ થી ૭૮


(૪૩)

રીંછને માથે મોટી જટા,

જોઈ લો જાણે ફરતી ઘટા !

ભૂખની ચિંતા રહે ઝાઝી,

શિકાર જોઈને થાય રાજી.


(૪૪)

જિરાફ માથે ડોક લાંબી,

ઝાડની ટોચે જાય આંબી.

પાંદડાં ખાતું સારાં સારાં,

ખુશ થાય તેને જોનારાં.


(૪પ)

રાજાઓની સવારી હાથી,

યુદ્ઘ સમયે બને સાથી.

હાથીભાઈના મોટા કાન,

મોટી કાયા તોયે મસ્તાન.


   (ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy