નથી..
નથી..
જા તને સજદા હવે કરવા નથી,
સ્હેજ પણ મારી તને પરવા નથી.
તારે દેવા છે મને બસ કંટકો,
ફુલ તો એકેય પણ ધરવા નથી.
તું ય બહેરો તારું જગ પણ મૂકબધીર,
રોદણાં એથી હવે રડવા નથી.
તું હવે પાછો બોલાવીલે ને ભૈ,
શ્વાસ ફોગટના હવે ભરવા નથી.
સંત જેવી જિંદગી જીવે છે એ,
દેહ પર એના ભલે ભગવા નથી.
સ્વર્ગમાંથી તેં જ તો કાઢ્યો હતો,
ત્યાં કદમ પાછા હવે મુકવા નથી.
