નથી કોઈ ફરિયાદ તારી
નથી કોઈ ફરિયાદ તારી
આ દિલને નથી કોઈ ફરિયાદ તારી,
સ્નેહદીપના સૂના દીવડાની યાદ સારી,
રાતા સૂરજની લાલિમાના શેરડા-રંગોત્સવ,
રસભીના અધરે રંગાયાની એ કલ્પના મારી,
પ્રેમ બંધનોની ખૂશ્બુના નૂર આંખોમાં આંજી,
તારા અસ્તિત્વમાં એકાકાર થવા ખુદ હારી.
રસમ પ્રીતની છે મેઘના જેવી અનરાધાર,
પહેલી હેલીના ઓષ્ઠ બિંદુની પ્યાસ ખારી.
સ્નેહસુધા સરિતાની ગઝલમાં પરોવાઈ,
અરમાનોના મહેલે ગહનતા ઝંખતી નારી!
