નથી ગમતી મને
નથી ગમતી મને
ચાંદની વિનાની રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને,
હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા,
બદલાતા ચેહરાની જાત નથી ગમતી મને,
અણમોલ જીંદગીની ક્ષણોને કેમ વેડફી નાખું?
આ જગતની ફાલતુ પંચાત નથી ગમતી મને,
મહેનતનો પરસેવો સૂકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને,
જે કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને
"ભાવના" કંઈ નવું શીખવાનું ના મળે તો,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને....!