નથી એ વહેતા નથી સૂકાતા
નથી એ વહેતા નથી સૂકાતા
છે આંખમાં આંસુ પ્રેમનાં તો નથી એ વહેતા નથી સૂકાતા,
હજાર રસ્તા મળે છે બીજા છતાંય ડગલા નથી ભરાતા,
ઘણાંય આવે છે પૂછવા તો, કે કોણ છે આંસુઓના દાતા,
શીખ્યો નથી ખોટું બોલવાનું ને નામ સાચા નથી અપાતા,
તમે કહો એ બધું હું માનું હશે જો ઈચ્છા તમારા દિલની,
પરંતુ જો એ નિયમ બનાવો, તો મારાથી એ નથી પળાતા,
ભલે ને લાગે ગઝલ આ લાંબી, છતાંય થોડું તો બાકી રહેશે,
કમાયો છું દર્દ એટલા કે, ગઝલમાં બધ્ધા નથી સમાતા..
ભણ્યો હતો હું જે દાખલાઓ એ આજનાં પુસ્તકોમાં કયાં છે ?
ગણિત આજે દિમાગનાં છે, ગણું જો દિલથી નથી ગણાતા !