નર્મદા
નર્મદા


ધરા ધરણી ડુંગરે વાદળાં મધ્યમાં મેહ વરસ્યાં
રીઝવી ધરતી ધરવી વહ્યાં પૂર્વે ભાળી તરસ્યાં,
આદરી અમરકંટક ગિરીમાળાથી ઉદ્યમી યાત્રા
સ્રોત નર્મદા કુંડ સ્રાવ ગરૂડેશ્વર વિશાળ માત્રા,
નર્મદા નીર ખળખળ વહી નાહ્યા આરસપહાણ
અખાતે ખંભાતે સમાયા અંબુ રેવા તર્યાં વહાણ,
બંજર બુરહનેર શક્કર શેર દૂધી તવા વહે ડાબે
ગોઈ ગંજાલ કરજણ કાવેરી કુંડી સંગ પગ દાબે,
જમણે વસે હિરણ ચોરલ કોલાર તેંડોની ને મન
ઓરસંગ ઉરી હાતની આપગાથી અમન ચમન,
સાતપુડા મહીધર મંડલા ને વટાવ્યાં વિંધ્યાચલ
કપિલધારા ભેખડે હિરણ ઓમકારેશ્વર વનાંચલ,
નીસરે પંચમઢી ખડકે જીવ શીવ ખેત જીવા દોરી
ઉત્તરે ગંગાથી દક્ષિણે ક્રિષ્ણા ગોદાવરી સીમા દોરી,
ઘનઘોર જંગલ જાતજાતના ફૂલ છોડ તરું વૃક્ષ
પશુ પંખીડાં નભે નર્મદા પાણી પીતાં પ્રાણી રુક્ષ,
ઘૂઘવતો સાગર ઠર્યો સ્થિર થઇ સરદાર સરોવરે
તોફાની ધૂંવાધાર વરણ મસ્તી સારી પેઠે છાવરે,
ધરા ધરણી ડુંગરે વાદળાં મધ્યમાં મેહ વરસ્યાં
કરી અતિ ઉપકાર મા નર્મદા લોક હૃદયે વસ્યાં.