નકશો
નકશો
મળશે ખરો ક્યાંય એવો નકશો,
રસ્તો બતાવે,
જે બાળપણના નિર્દોષ હાસ્યનો,
આનંદ ફરી અપાવે.
મળશે ખરો ક્યાંય એવો નકશો,
રસ્તો બતાવે
જે બાળપણમાં રમતાએ,
ભેરુઓને ફરી મળાવે.
મળશે ખરો ક્યાંય એવો નકશો,
રસ્તો બતાવે
જે સ્કુલમાં છેલ્લી બેંન્ચે ધીંગામસ્તીમાં,
ખોવાતા દોસ્તોનુ સરનામું લાવે.
મળશે ખરો ક્યાંય એવો નકશો,
રસ્તો બતાવે
જે ભુતકાળમાં ભુલા પડી ગયેલા,
જીગરજાન યારોની ગલીઓ દેખાડે.
મળશે ખરો ક્યાંય એવો નકશો,
રસ્તો બતાવે
જે હ્રદયમાં વસીને વિસરાવી ગયા,
પ્રિયજનોને સંગાથે લાવે.
મળશે ખરો ક્યાંય એવો નકશો,
રસ્તો બતાવે
જે યાદોમા મળે પણ દુનિયાની ભીડમાં,
ખોવાઈ ગયેલા હમરાહીને મળાવે.