STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

4  

Ranjana Solanki Bhagat

Romance

નખરાળી નાર

નખરાળી નાર

1 min
320

નખરાળી નારના હાથમાં ગુલાલ,

સાજનના સંગે રંગે બે ગાલ,


તાંબા કૂંડીએ ભર્યો કેસૂડો લાલ,

રાધા ને કાનજીની જોડી કમાલ,


આકાશે ઉડ્યા જુઓ રંગ - જમાલ,

ધરતીએ ઓઢ્યા આજ રંગી - રૂમાલ,


પ્રેમી-પંખીડા વરસાવે રંગ-થાળ,

લાજ ને શરમના જાણે કર્યા હલાલ,


નખરાળી નારના હાથમાં ગુલાલ,

સાજનના સંગે રંગે બે ગાલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance