નિત્યક્રમ
નિત્યક્રમ
સૂરજ ઊગે ને થતી સવાર,
સૌ જીવો કરે પોતીકું કામ,
ખેડૂત જાય ખેતરને કામે,
બીજા જાય ધંધો કે નોકરી,
પશુઓ જાય ખોરાક શોધવાં,
પક્ષીઓ જાય ચણની શોધમાં,
બાળકો જતાં ભણવા શાળાએ,
પરિશ્રમ કરતાં સૌ કોઈ દિવસભર,
મહેનતથી મળતું અન્નને પરિણામ,
સાંજે ફરતાં થાકી સૌ પોતિકે ધામ.
