નિશાળ
નિશાળ
વિચારે વિસ્તારે, જન ગણ અને, ચાલક બળે,
નિશાળે શોભાવે, તન મન થકી, આદર્શ ઊંચા,
અપાવે વિદ્યા ને, વિચરણ વળી, દેશ ફરતે,
શરીરે વ્યાયામે, કસરત કરી, અંગ મચળે,
દિમાગે ચારિત્ર્યે, ઘડતર ઘડી, માન છલકે,
ગણાવે ગોખાવે, ગણતર મહીં, કામ અઘરા,
નિતી નેતા મોટા, સરસ અમને, ઓળખ દઈ,
શિખાવ્યું શિસ્તે ને, મન કરમથી, સત્ય વદવું,
વિચારે વિસ્તારે, જન ગણ અને, ચાલક બળે,
શિક્ષાથી સુધારે, શિક્ષક ગણ ને, આદર મળે.