નદીની ફરિયાદ
નદીની ફરિયાદ
નદી કરે ફરિયાદ વૃક્ષોને
હું સતત ખળખળ વહેતી
કિનારાને ભીંજવતી જતી
કાંકરા કે કંટક કદી ન જોતી,
પાણી તને પહોંચાડતી
ભર ઉનાળે ન સૂકાતી
તારી છાંયડીની રાહ જોતી
તને લીલીછમ રાખતી,
છતાં કેમ તારા ઝાડ
ઓછા થઈ જાતાં
તારા છોડ સૂકાઈ જાતા
કલશોર પંખીઓ ન કરતા
પાન લીલાછમ ન રહેતા
ફૂલ કરમાઈ જતાં,
આવું કેમ રે દેખાતું,
વૃક્ષોનો જવાબ નદીને,
એમાં વાંક નથી તમારો
કે નથી વૃક્ષોનો અમારો,
તારું પાણી પીને રહેતા
મોટા મોટા અમે થતાં
લીલાછમ દેખાતા
પંખીઓ રે આવતા
કલશોર મીઠો મીઠો કરતા
ફૂલ મજાના ખીલતા
ફળ સૌને દેતા,
પણ...
આવી મનુષ્ય તણી જાત
અમારા ફળ ભલે ખાતા
આમ છાંયડે વિહરતા
પંખીનો કલરવ સાંભળતા
ફૂલની સુગંધ માણતા
છાલ દવામાં વાપરતા
તડકે વિસામો લેતા
ઔષધિ તરીકે વાપરતા
એટલી મદદ કરતા
છતાં...
અમને કાપી નાખતા
એટલે અમે ન દેખાતા.
અમે વૃક્ષો રે મૂંઝાયા.
