નાયક ખલનાયક
નાયક ખલનાયક
દિગ્દર્શક બની ગયેલી દુનિયા કહે છે,
એ પોતે પણ એક અભિનેત્રી જ છે,
લગામ એની ખુદા ના હાથમાં છે ને,
પોતે તો બસ મનોરંજન પૂરું પાડે છે,
અમે કહીએ છે,
ના હોત શત્રુભાવના કે વેર,
ના હોત કોઈને તારા મારા કહેણ,
જો રંગમંચનો દરેક કલાકાર ખલનાયકના બદલે નાયક જ હોત,
જો દરેકે પોતાનો કિરદાર ઈમાનદારીથી નિભાવ્યો હોત,
આ દુનિયા ત્યારેજ સર્વશ્રેષ્ઠ રંગમંચ હોત.
