Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Drama Tragedy

3  

Rekha Shukla

Drama Tragedy

ના જા

ના જા

1 min
206


પગફેરા ના સમજુ... તું જાણે પણ હું શેને સમજુ ?

ઇશ્વર ને બે હાથ જોડી ને પૂછું આપીને ...કેમ લઈલે તુંં ?


જન્મ આપી માંડમાંડ છૂટો કર્યો હમણાં ...તેને કેમ ભૂલું ?

તને સોંપતા પહેલા તારા વિષે શું સમજું ...ઓ પરમાત્મા ?


ક્યાંથી લાવું અગ્નિદાહની તાકાત બોલ હું મારામાં  ?

આ પગફેરા તું જાણે પણ હું શેને સમજુ ?


અંતર મન ના સમજે કોમળ દિલના માને 

તુંં કઠોર છે નિષ્ઠુર છે સ્નેહી નહીં દુશ્મન છે ?


સમય પતી ગયો જાણે તુંં ... જવાબ દે ?

ક્યાંથી રાખું શ્રધ્ધા ને શું આપું અંજલી ?


દોહ્યલું લાગે છે શનીલ... બેટા, તારા વગર જીવન

આ તું જાણે પણ હું શેને સમજું ? 


આજ શ્વાસ ગુંગળાય કડવો વખ સંસાર, મા છું 

સૂનો મારગ ને શુષ્ક વૃંદાવન વિચાર તુંં કૃષ્ણ 


પાણીના વેશમાં ધરી છે મુજને શ્વાસ વગર

જ્યાં ભાગવાને વ્હાણ પણ દીધા વગર અરે ! 


અર્થહીન ઊભાં રહી ત્યજવું નથી જાણું

કાયમી કોઈનું રહેઠાણ કે રોકાણ નથી હા જાણું 


લે આપ્યો મારો હવે પુત્ર તારો સાચવીશ જાણું

આ પગફેરા તું જાણે પણ હું શેને સમજુ ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama