મૂરતિયો કમાલ છે
મૂરતિયો કમાલ છે
કાચબા જેવી ઢાલ છે, બાકી મૂરતિયો કમાલ છે,
કાયમી ફાટેલ ગાલ છે, બાકી મૂરતિયો કમાલ છે,
બાકી હતું તો પ્રભુએ હાથમાં લકવો દીધો,
થોડીક ખાંગી ચાલ છે, બાકી મૂરતિયો કમાલ છે,
ખેડાયેલું ખેતર થોડા વાળથી ઢાંકવા મથે,
પોણા ભાગમાં ટાલ છે, બાકી મૂરતિયો કમાલ છે,
‘વનવે’ નજર છે, નાકની નદી છે બે કાંઠે,
આંખોના બૂરા હાલ છે, બાકી મૂરતિયો કમાલ છે,
‘સાગર’ એનાં વખાણ તો કરો એટલાં ઓછાં,
કાનમાં હડતાળ છે, બાકી મૂરતિયો કમાલ છે.
