મૂકીને આવજે
મૂકીને આવજે


આંખના સઘળા અટકચાળા મૂકીને આવજે,
હોઠ - હૈયાંનાં બધાં તાળા મૂકીને આવજે.
લાગણીને કૈં ગણિત કે તર્ક કૈં હોતા નથી
બાદબાકી યા તો સરવાળા મૂકીને આવજે.
આપણું જીવતર ગણો તો ચાર દિનની ચાન્દની,
થોડા ઝાઝા હાસ્ય મર્માળા મૂકીને આવજે.
તારા રસ્તે હોય અંધારું ભલે ને તે છતાં,
કોઈના પથ પર તું અજવાળા મૂકીને આવજે.
જિંદગી ફોરમ બની મ્હેકી જશે એના પછી,
ફૂલ મઘમઘતા ને હૂંફાળા મૂકીને આવજે