STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Others

3  

Rekha Shukla

Abstract Drama Others

મુરલી મનોહર

મુરલી મનોહર

1 min
252

સૌમ્યતાની વિશાળતામાં જડતા ના કૈ વાદળો,

બારીકાઈથી ભરેલા પોતમાં પડ્યા કૈ ડાઘાઓ


અચંબોને ઓછપે ભળેલા જોયા કૈ માનપત્રો,

જીર્ણ કવરમાં સાચવેલા ભીંજાયા કૈ પ્રેમપત્રો


અધરે ઝૂરતા પ્રશ્નોના નથી હોતા કૈ જવાબો,

બહેરા થઈને ફરનારા કાચા કાનનાં માણસો


સહાનુભુતિની આશાએ લટ્કાવ્યા કૈ હૈયાઓ,

શરમાયેલા શમણાનાં વેરાણાં કૈ મોતીડાંઓ


પ્રભાત પગલે ઝાકળબિંદુ મોટા કૈ અશ્રુઓ,

ફૂલની પાંદડીએ પંપાળ્યો કોનો સ્પર્શ !


સાચવી રાખેલા ચિત્રોમા પૂર્યાં કોણે રંગો,

રંગીન ચિત્રોમાં બ્લેક એન્ડ વ્હાઈટ દ્રશ્યો,


હસુ હસુને રડી રહેલા નાના મોટા કાવ્યો,

કંડારેલી મૂર્તિમાં કોના આવ્યા ભાવો !


સમી સાંજે દોડ્તા રહ્યાં તરંગોના વણાંકો,

ભાંગ્યા તૂટ્યાં વેરાણાં આંખોમાં શમણાંઓ


બંધ પલકમાં સર્યા પાંપણે કૈ સ્વપ્નાઓ,

મુઠ્ઠીની રેતી-શા સંબંધ શાને સરકે..!


રુઝાયેલા ઘાવોમાં ભાગ્ય-રેખા રઝળે,

મુરલી મનોહર સાંનિધ્યની તલપે તરફડે..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract