STORYMIRROR

Nayana Viradiya

Fantasy Others

4  

Nayana Viradiya

Fantasy Others

મુક્ત ગગને

મુક્ત ગગને

1 min
289

મારે મુક્ત ગગને વિહરવું છે

મારે પંખી બની જગ માંહી ઊડવું છે,


ખુલ્લા આકાશે અવિરત ઝૂલવું છે,

વનવગડામાં અથાગ ભમવું છે,


ઝરણા સાથે ખળખળ વહેવું છે,

નદીઓ સાથે ધસમસતું રમવું છે,


સાગરમાં જઈ પ્રેમરૂપી ભળવું છે,

હૈયામાં હામ ભરીને ખૂણે ખૂણો ભમવું છે,


પહાડોના પથ્થરે પથ્થરે સમતા ધરી નમવું છે,

રણમાં રેતી જોડે એકાકાર બની ભળવું છે,


રમતા બાળકો જોડે બાળક બની રમવું છે,

થનગનતા યુવા હૈયે સતત ઝઝૂમવું છે,


સંબંધોના તાણાવાણામાં આળોટવું છે,

માનવતાના પાઠ મારે રોજ નવા ભણવું છે,

ભકિતરસથી તરબોળ થઈ અંતે પ્રભુચરણે શીશ ધરવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy