STORYMIRROR

Dina Chhelavda

Abstract Fantasy

4  

Dina Chhelavda

Abstract Fantasy

મોરપીંછ

મોરપીંછ

1 min
419

પંખી બની પાંખ ફફડાવતી મુક્ત ગગનમાં વિહરતી

ભીતર ભીનો નાદ ઘુઘવતી ઉર ઉમંગે ઉજવતી,


વન વગડે માળો શું ને વૃક્ષનો ઘેઘૂર છાંયો શું

ઉમળકાઓનો ઘૂઘવતો વૈભવ જ્યાં વસુ એ માળો

પવન સપાટે કલરવ કરતી ઊંચે ઊડવા મથતી

પ્રીત તણી પીંછી લઈ રંગોની આભને હું રંગતી,


ઊડતી ફરતી પહોંચી હું તો કદંબ કેરી ડાળે

ઝાકળ જેવી આંખો ખોલી બેઠી યમુના પાળે

સમી સાંજે સળવળતું કાંઈ મોરપીંછ જેવું ભાસે

મારા શામળિયાની સંગે રાધા રાસમંડળમાં મ્હાલે,


નવ પ્રભાતે ઈશ વિશ્વાસે ઊડતી શમણાની સંગાથે

જીવન ઉત્સવ ડગર ડગર મારા શામળિયાની સાથે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract