મોરલો આવે તો નાચીએ
મોરલો આવે તો નાચીએ
મોરલો આવે તો નાચીએ
અમને નાચતા ન આવડે
અમને નાચતા જો શીખવે
ટેહુંક ટેહુંક કરીએ થન થન નાચીએ,
કોયલડી આવે તો ગાઈએ
અમને ગાતા ન આવડે
અમને ગાતા જો શીખવે
કુહુ કુહુ કરીએ મીઠું મીઠું ગાઈએ,
માછલી આવે તો તરીએ
અમને તરતા ન આવડે
અમને તરતા જો શીખવે
સરરરર તરીએ ડૂબકીઓ મારીએ.
