મનરૂપી પંખી
મનરૂપી પંખી
મગજ મારું દિલ સાથે લડતું રહે છે,
જીવન એટલે તો લથડતું રહે છે.
સમયની કદર નહિ કરી જેણે મિત્રો,
સદા કામ એનું બગડતું રહે છે.
કરી નાંખજો દૂર હમણાં જ હુંપદ,
જીવનભર બધાને એ નડતું રહે છે.
મળી જાય ના જ્યાં સુધી કોઇ મંજિલ,
આ મનરૂપી પંખી ફફડતું રહે છે.
જો માનવ સ્વયંને ન જાણી શકે તો,
આ વખ ભેદભાવોનું ચડતું રહે છે.