Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Romance Others

3  

Deepa rajpara

Romance Others

મનમોહને મોહ્યા મન રે

મનમોહને મોહ્યા મન રે

1 min
134


એકદિન મેં તો કરી મુજ સંગ એવી તો ગોઠડી રે લોલ..!

કોણ તારો સાવરિયો કોણ સંગ પ્રિત રે,

સાચું કહે સખી રી કોણ તારો મનડાનો મીત છે રે લોલ..!


હા રે મલકાણી હું ઘેલી હરખે એવી તો મનમાં રે લોલ..!

મારે હૈયે હરખ નવ માય સમરું પ્રીતમ રે,

સાચું કહે સખી રી કોણે કીધાં જી આવા કામણ રે લોલ..!


એની તીરછી નજરું મુને કરે એવી તો તાર તાર રે લોલ..!

છબિલો એ ચિત્તચોર મારો સાવરિયો રે,

સાચું કહે સખી રી કોનું વાંકુ સ્મિત હરી ગયું દલડું રે લોલ..!


તનિક દર્શન ઝાંખીએ મુજ પ્રાણ એવા તો હર્યા રે લોલ..!

વેરણ લજ્જાએ ઢાંકયું મુજ મુખડું રે,

સાચું કહે સખી રી કોણે પ્રેમે કરી તુને આવી દિગ્મૂઢ રે લોલ..!


ઓલો કામણગારો કાન ભૂલાવે મુને એવા તો ભાન રે લોલ..! 

એ બાંકેબિહારી દીપાવલીનાં મીત રે,

સાચું કહ્યું સખી રી એ મનોહર સુંદર બદન સુખધામ રે લોલ..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance