STORYMIRROR

Hiral Pathak Mehta

Tragedy Inspirational

4  

Hiral Pathak Mehta

Tragedy Inspirational

મને જણાવજે

મને જણાવજે

1 min
211

ખૂટે છે કંઈક તારામાં ? તો મને જણાવજે..

ઊઠે જો વાવાઝોડું અંતરાયમાં તો મને જણાવજે...


હૂંફ કે લાગણીની પડે ખોટ મનમાં તો મને જણાવજે...

શરીરથી ભલે દૂર તારાથી પણ દિલ ક્યાંક દૂભાય તો મને જણાવજે...


આમ કાઢી ના નાંખીશ આંખો પરથી સંબંધના ચશ્મા..

કંઈક ના વંચાય તો મને જણાવજે....


જાણું છું ભારણ નથી આપવું તારે મારા જીવનને...

પણ તારા અકારણ જીવનને ટૂંકાવાનો વિચાર મને જણાવજે....


વિચારીને બેસીને કરીશું ગૂફ્તગુ આ વાત પર....

થશે જરૂર થોડી હળવાશ એ જણાવજે...


તારા માટે નહીં તો મારી આ લાગણી માટે જીવતાં રહેવાનો તારો બદલાયેલો નિર્ણય મને જણાવજે...


ચૂપકીદીથી ના સીવીશ આ હોઠ તારા....

મનથી નીકળતા સર્વ શબ્દો મને જણાવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy