STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

મન

મન

1 min
288

મન તો પતંગિયા જેવું કરે આકાશે વિહાર,

મન પાસે તો જાત જાતના હજાર વિચાર,


કલ્પનાની પાંખો વડે એ તો ચાહે ત્યાં કરે વિહાર,

પવનની સાથે જાણે સ્પર્ધામાં ઉતરે, વિજયી બને,


સજાવે નિત નવા શમણાં તેનો કોઈ નહિ પાર,

શમણાંમાં તો કરે એ નિત નવો કારભાર,


જાણે બેકાબુ અશ્વ છે એની નથી લગામ,

બસ એની જિદ અને એના વિચારો બેલગામ,


આકાશ જેટલો અસીમિત વ્યાપ એનો અંતર કદી માપી ના શકાય,

દોડવીર કરતા પણ એ ઝડપી, બેલગામ અશ્વ જેવું એને રોકી ના શકાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy