STORYMIRROR

Parag Pandya

Comedy Romance

3  

Parag Pandya

Comedy Romance

મન તો થાય ને

મન તો થાય ને

1 min
169

લો ઉંમર થઈ તો શું ? અમને પણ મન તો થાય ને, 

લાવને કમરમાં નાંખી હાથ જૂના સ્મરણો વાગોળીએ ! 

લો ઉંમર થઈ તો શું ? અમને પણ મન તો થાય ને, 

ખભે મૂકી હાથ બાંકડે બગીચે પ્રણય પસ્તી ખોલીએ ! 

લો ઉંમર થઈ તો શું ? અમને પણ મન તો થાય ને, 

કોઈ કરે છણકા રિસાઈને ને અમે ઈલુ કહી મનાવીએ ! 

લો ઉંમર થઈ તો શું ? અમને પણ મન તો થાય ને, 

રોમાન્સ થોડો ઘરડો થાય છે ? અડપલાં તો કરીએને ! 

લો ઉંમર થઈ તો શું ? અમને પણ મન તો થાય ને, 

સ્લો મોશનમાં પણ 'રૉક-એન-રોલ' કે 'ટ્વીસ્ટ' ડાંસ કરીએને ! 

લો ઉંમર થઈ તો શું ? અમને પણ મન તો થાય ને, 

આ છોકરાંઓ કાં અમારું ચાર-ધામનું જ બૂકિંગ કરાવે ?

Rate this content
Log in

Similar gujarati poem from Comedy