STORYMIRROR

Jn Patel

Drama Fantasy

3  

Jn Patel

Drama Fantasy

મન થયું છે..

મન થયું છે..

1 min
572


આજ કાગળ ને કલમ લઈ બેસવાનું મન થયું છે..

આજ ફરી કોઈના પ્રેમમાં પડવાનું મન થયું છે...


કેટલાયે અરમાનો અમે દફનાવ્યા હશે.‌‌.

જિંદગીના સિદ્ધાંતોને સાંધવાનું મન થયું છે...


હારેલો-થાકેલો નિરસ બની જીવતો રહેલો..

ઉત્સવના ઉત્સાહ ભરી ફરી નાચવાનું મન થયું છે...


રંગોથી ભરેલી દુનિયાનો બે રંગી હું માણસ..

ગોધૂલીના પાંડુરંગે રંગાવાનું મન થયું છે...


ચાલ તને જ પ્રપોઝ કરી લઉં જગતના નાથ.

આજ ફરી તારા જ પ્રેમમાં પડવાનું મન થયું છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama