STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મન થાય

મન થાય

1 min
369

પેલા પંખીડાની પાંખો જોઈને મને ઊડવાનું મન થાય

પેલા સસલાની આંખો જોઈને મને જોવાનું મન થાય,


પેલી માછલીના રંગો જોઈને મને તરવાનું મન થાય

પેલી ખિસકોલીની ચંચળતા જોઈને મને મળવાનું મન થાય,


પેલા મોરના પીછાં જોઈને મને અડવાનું મન થાય

પેલી કોયલના ટહુકા સાંભળીને મને ગાવાનું મન થાય,


પેલાં નાના બાળકોને જોઈને મને સાથે રમવાનું મન થાય

પેલી સુંદર ચકલી જોઈને મને ચણવાનું મન થાય,


પેલા કુદરતની રચના જોઈને મને જીવવાનું મન થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Children