મળવા આવીશ
મળવા આવીશ
આજે અંધકારે પ્રકાશને પૂછ્યું ક્યારે મળવા આવીશ
આજે દુ:ખે સુખને પૂછ્યું ક્યારે મળવા આવીશ,
આજે મુશ્કેલીએ આનંદને પૂછ્યું ક્યારે મળવા આવીશ
આજે વેરે સમાધાનને પૂછ્યું ક્યારે મળવા આવીશ,
આજે વ્હેમે પ્રેમને પૂછ્યું ક્યારે મળવા આવીશ
આજે ક્રોધે શાંતિને પૂછ્યું ક્યારે મળવા આવીશ,
આજે મોહે સંતોષને પૂછ્યું ક્યારે મળવા આવીશ
આજે હારે જીતને પૂછ્યું ક્યારે મળવા આવીશ.
