STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

મળી જાય

મળી જાય

1 min
543

જીવનસફરે સારા હાલ મળી જાય,

તો સમજી લો સુંદર કાલ મળી જાય.


કોઈ હળવો હાથ ફરે જો પીઠે,

રક્ષણની જાણે એ ઢાલ મળી જાય.


માનો સુધરી ગયેલ જિંદગીનો ફેરો,

ભાગ્યશાળી કહેવાતું ભાલ મળી જાય.


સફળ થઈ જાય ત્યારે જીવ્યું આપણું,

કોઈના સંતોષનું વહાલ મળી જાય.


‘સાગર’ રહે જિંદગી સદા ગૂંજતી,

કરે સૌ વિશ્વાસ એવો તાલ મળી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy