STORYMIRROR

Nayana Viradiya

Tragedy Inspirational

4  

Nayana Viradiya

Tragedy Inspirational

મઝધાર

મઝધાર

1 min
399

નૈયા મારી મઝધારે હાલક ડોલક થાય છે‌,

ચાલીસી વટાવી મેં હવે થોડી ઠરીઠામ થાય છે,


બાળપણમાં હસતા રમતા બિન્દાસ જીવાય છે,

નૈયા મારી મઝધારે હાલક ડોલક થાય છે‌,


કિશોરાવસ્થા ભણતરના ડગલા એક પછી એક ચડાય છે,

યુવાની ઉછળે જીવનદરિયે સફળ થવા આમ તેમ અથડાય છે,

નૈયા મારી મઝધારે હાલક ડોલક થાય છે‌,


સંબંધોના સથવારે જોડી જીવનને જવાબદારીએ બધાંય છે,

ઘર પરિવારને બાળ ઉછેરમાં ખુદનું અસ્તિત્વ ખોવાય છે,

 નૈયા મારી મઝધારે હાલકડોલક થાય છે‌,


ચાલીસે પહોંચેલી નૈયા હવે મઝધારે અટવાય છે,

પરિવાર, પુત્ર ને સેટલ થવામાં શરીર થોડું લથડાય છે,


મઝધારે હવે ખુદ માટે જીવવા મન મૂંઝાય છે,

મઝધારે નૈયા મારી હાલકડોલક થાય છે,


રંગ, રૂપ ને યૌવન આથમી ગયું હવે હેલ્થ માંડ સચવાય છે,

જીવી લેવા મન મારૂં ચારે તરફ વલખાં મારતું જણાય છે,

મઝધારે નૈયા મારી હાલક ડોલક થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy