Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Romance Others

4.0  

amita shukla

Romance Others

મિલનનો સંદેશ

મિલનનો સંદેશ

1 min
297


વરસી વરસી લાગણીઓ, ભીના હૈયે,

ભીની ભીની હૈયાની, અરમાનોની હોળી.


તરસી તરસી આંખો, શોધે મૃગજળ,

શોધી શોધી થાકે, વેંત દૂર આભાસે.


હલકાં હલકાં પડતાં, વરસાદનાં ફોરાં,

પડતાં પડતાં ભીંજવે, મનનાં મોરલા.


લાગી લાગી અગન વિરહની, બુજી તૃષા,

બુજી બુજી મનની લગની, દિલની દશા.


લહેરે લહેરે સપનાનો, મદમસ્ત પાલવ,

સપનાં સપનાં ધબકે દિલમાં, સ્વપ્નિલ આંખોથી.


ઝરમર ઝરમર વરસ્યો વરસાદ, પ્રેમમાં લપસી,

રડી રડીને આંખો સૂજી, વાદલડી ચોમાસે વરસી.


કડડ કડડ વાદળાં ગાજે, તેજ લીસોટા દોરે,

ગરજી ગરજી સાદ પાડે, ધરાને મિલનનાં સંદેશા


Rate this content
Log in

Similar gujarati poem from Romance