STORYMIRROR

Deepa rajpara

Tragedy Others

3  

Deepa rajpara

Tragedy Others

મીઠી વીરડી - મારી મા

મીઠી વીરડી - મારી મા

1 min
182

જાણું છું કુદરતનો ક્રમ હતો છતાં હૃદયને વસવસો હતો

મા, ઈશ્વરે તને વ્હાલી કરી નક્કી મુજ પ્રેમમાં તોટો હતો,


ના, નહિ આપું ઈશ્વરને દોષ કે ઈશ્વર ભારે નિષ્ઠુર હતો

મમતામયી મા, તારા વ્હાલનો જગમાં કયાં જોટો હતો,


ખારા આ જગતમાં તુજ સ્પર્શ મુને મીઠો વીરડો હતો

છીનવી તુજને, પણ મા, મારુ વિશ્વ તારો ખોળો હતો,


નથી રડાતું મોકળા મને, ગળે અસહ્ય વેદનાનો ડૂમો હતો

વ્હાલી મા, તારો પાલવ મારે મન હૂંફનો હેતહીંચોળો હતો,


વિચારું છું શું ભૂલ થઈ તુજ બાળથી, કયાં હું ખોટો હતો

કાયમ માટે રિસાણી મા, મારા જ નસીબમાં ઝુરાપો હતો,


મા, તારા વ્હાલ વિશ્વમાં હું આખા જગતનો રાજા હતો

આવી ઈર્ષા ઈશ્વરને મારી કે ઈશ્વર ઉપરથી જોતો હતો,


હવે દેજે અદકેરું વ્હાલ એને પણ, જેને એ ઝંખતો હતો

'દીપાવલી'ની માતા વિના તો ઈશ્વર પણ એકલો હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy