Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Romance

4  

kusum kundaria

Romance

મહેંદી તારા નામની સાજન

મહેંદી તારા નામની સાજન

1 min
329


હાથમાં મારા મૂકી છે મહેંદી તારાં નામની સાજન,

ભાવ હૃદયનો લઈ ઘૂંટી છે મહેંદી તારાં નામની સાજન.


રંગ એનો હવે ઉતરશે નહીં હૈયેથી સાત સાત ભવ લગી,

પાન લીલું લઈને ચુંટી છે મહેંદી તારાં નામની સાજન.


લીલેરા રંગમાં પ્રીતનો રંગ છે રાતો ને વળી કેવો ઘાંટો,

મારી હથેળીમાંથી ના છૂટી છે મહેંદી તારાં નામની સાજન.


છેલ્લા શ્વાસ સુધીની સફરમાં રહે તું બસ મારી સંગ,

શ્વાસે શ્વાસમાં ખીલી ઊઠી છે મહેંદી તારા નામની સાજન.


નામ તારું છુપાવ્યું છે નજાકતથી શોધી શકે તો શોધ,

સહેલીઓએ ચાલાકીથી દીઠી છે મહેંદી તારાં નામની સાજન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance