મહેક
મહેક
પહેલાં વરસાદની મહેકની જેમ હું,
તારામાં ભળી જાઉં,
નદી નું સંગીત કહે છે,
હું સાગર ને મળી જાઉં,
તું મારી મીત હું સંગીત બની જાઉં,
તું સફર શરૂ કરે તો મંજિલ બની જાઉં,
તું માંગ ભરે તો હું સિંદૂર બની જાઉં,
તારી રાહની હું મંઝિલ બની જાઉં,
તારી રગેરગ માં હું રક્ત બની જાઉં,
તું ચાહે મને તો હું ધડકન બની જાઉં,
તારાં પર લખું ગઝલ શાયર બની જાઉં,
તારાં મંગલસૂત્રની માળા બની જાઉં.
