મહાસાગર
મહાસાગર
પ્રગતિ, સફળતા ને સંશોધનમાં, પ્રાકૃતિક સૌંદર્યને માણવાનું ભૂલ્યા નથી?
‘સમુદ્ર’ એ કુદરતની જ સંપત્તિ જ,
હક એને માણવાનો છે,
એના સૌંદર્યને ઉજાગર રાખવાનો છે,
શું આપણે એના અસ્તિત્વને લલકારી નથી રહ્યા?
થોડા સજાગ બની આપણા કર્તવ્યનું પાલન ન કરવું?
‘મહાસાગર’ના પ્રચંડ એ મોજાંઓને મનમાં ભરી,
એના અગાધ ઐશ્વર્યને માણવું જ રહ્યું ને?