મેળે મેળે જઈએ
મેળે મેળે જઈએ
ચાલો ચાલોને મેળે મેળે જઈએ
મેળે મેળે મેળાની મોજ જામી
મેળે મેળે ચકડોળ નાનાં મોટાં
ચકડોળમાં બેસવાની મોજ માણી
મેળે મેળે ફેરિયા ઘણાં ઘણાં
મને વસ્તુ લેવાની મોજ આવી
મેળે મેળે રૂડા રાસ જામ્યા
મેળે રાસ રમવાની મજા પડી
મેળે મેળે વાનગીઓ અવનવી
મેળે વાનગીઓ ખાવાની મોજ ઝાઝી
