મેહૂલિયો વરસે ને
મેહૂલિયો વરસે ને
હેજી તમે દૂર રે દેશાવર જઈ વસ્યા
નથી કઈ ઓરા હોજી
હેજી એવા મેહૂલિયા વરસે ને
હૈયા મારા કોરા હોજી
કેમ મારા મન ને મનાવુ ?
કોરા રે અષાઢ ને શ્રાવણ કોરા
કેમ વિતશે આવા વિરહના દિવસો
જૂઠી રે જૂઠી આશે મને જીવવા દેજો રે કાનાજી
હેજી આજ રૂઠી રે રાધા ને તમે મનાવો રે

