મેહુલિયો
મેહુલિયો
મેહુલિયો આવે ને, દેડકાને હસાવે,
મેહુલિયો આવે ને, ખેડૂતોને હરખાવે,
ધરતીને આનંદ ઉલ્લાસથી નવરાવે,
મેહુલિયો આવે ને, બાળકોને રમાડે,
મેહુલિયો આવે ને, મોર, પપીહાને ગીત ગવડાવે,
મેહુલિયો આવે ને, પ્રકૃતિમાંં ધૂમ મચાવે,
મેહુલિયો આવે ને, માનવ મહેરામણને, પ્રફુલ્લિત કરે,
મેહુલિયો આવે ને, આકાશ અને ધરાને એક કરે,
મેહુલિયો આવે ને, પશુ-પક્ષી જીવજંતુને
જવન દાન આપે,
મેહુલિયો આવે ને, ધરતીને લીલુડીવન કરે,
મેહુલિયો આવે ને, નદી, તળાવ, સરોવર છલોછલ કરે,
મેહુલિયો આવે ને,
મકાન, મંદિર, સ્કૂલ અને બિલ્ડિંગોને, નિત નવા કરે,
આવે, આવે મેહુલિયો આવે,
બગબગીચા, ઉપવન, ખેતર અને જંગલને,
નવપલ્લવિત કરે,
કરે મહેર, મેહુલિયો માટીમાં સોનાની લહેર ફરે.
