મેહ
મેહ


દરિયા દિલ હૃદય હવે તૃપ્તિ પામ્યું, રવિ તેજ જલ સહે ક્યાં સુધી, પાંખ આવી આબ ચડ્યું આભે, રૂપેરી વાદળી ઊડી પંખ પસારી, વહાલ વરસ્યું જઈ ધરતી પરે, ચાતક અષાઢે ઓષ્ટ ખોલી ઈંતજારે, તૃષા છુપાવવા આભ તાકી, વરસ્યું વાદળ મોતી થકી ચાંચે, ભીંજાયા ભૂલકાં જ્યમ ખેત નાહ્યા, ભર્યા ચાસ, કુવા, નદી નાળા, વહી સરિતા વળી નીર તાઝા, મેઘ ગાજ્યો ચમક વીજ કેવી, દિન બની રાત ને દિન પાછો, દીન બન્યો સુરજ તપતો ઢાંકી, વાદળે કરી કમાલ આજ મેહ વરસ્યો