મેઘધનુષ
મેઘધનુષ
ધોમધખતા તડકાથી દાજી ગયેલી એ ધરતી,
વરસાદની રાહમાં તરસતી હતી.
ત્યાં છવાયેલાં આછા વાદળોને જોઈ,
એ આછું સ્મિત આપતી હતી.
ત્યાં ફરી પાછો વાદળોની વચ્ચેથી નીકળેલો સૂર્ય,
ધરતીને દઝાડી હસતો હતો.
વરસાદની ચકોર સમી રાહ જોઈ રહેલી ધરતી,
એની સામે હસતાં સૂરજને જોઈ નિર્જળ બની ગઈ.
એને જોઈ વાદળોએ દયા ખાઈને,
સુરજની સાક્ષીમાંજ પાણી વરસાવી ધરતીને થોડી તૃપ્ત કરી.
એને સુરજની સાક્ષીમાં આ વરસેલા વાદળોનાં લીધે,
આભમાં એક સુંદર રંગીન મેઘધનુષ સર્જાયું.
આ સુંદર મેઘધનુષ જોઈને,
માત્ર ધરતીજ નહિ, પણ ધરતી પરનાં નાના ભૂલકાઓ પણ ખુશ થઈ ગયા.
