લગ્ન જીવન એક વાર્તા
લગ્ન જીવન એક વાર્તા
તું વાર્તાનો નાયક, અને હું નાયિકા.
આપણું જીવન એક રંગમંચ,
અને આપણે એ રંગમંચનાં કલાકાર.
જીવનની વાર્તાનાં રચિતા પણ આપણે,
અને એને સુંદર બનાવનાર પણ આપણે.
વાર્તાની શરૂઆતમાં પણ સાથે, અને અંત પણ સાથે.
વાર્તાની શરૂઆત પણ સુખદ,
અને અંત પણ સુખદ, એજ સાચું લગ્ન જીવન.

