STORYMIRROR

Urvi Joshi

Classics Others

3  

Urvi Joshi

Classics Others

હું છું શિયાળો

હું છું શિયાળો

1 min
140

હું છું શિયાળો, હું છું શિયાળો,

ઠંડો-ઠંડો હું છું શિયાળો.


મોજથી સુસવાતો, દરેક જીવ માત્રને કકળાવતો,

હું છું શિયાળો.


સવારમાં ચારેકોર છવાઈ જાય ધુમ્મસ 

એટલો છું હું ઠંડો શિયાળો.


મુજથી બચવા સૌ કોઈ પહેરે સ્વેટર, ટોપી, મફરલ અને શાલ,

છતાં હું પહોંચી જાવ તેમની પાસ, તેવો છું હું શિયાળો.


મારા આવતાની સાથે જે કોઇ ખાય લીલા શાકભાજી,

એને હું રાખું તંદુરસ્ત સદાએ ,એવો છું હું શિયાળો.


જ્યારે આવે ઘરે-ઘરે સોડમ, મેથી, ગુંદર, અડદિયા પાકની,

એટલે સમજો આવ્યો છું હું શિયાળો.


ઉનાળામાં લોકો સુરજદાદાથી બચતા,

શોધતા ફરે તેમને મારા આવતા.

એવો છું હું શિયાળો.


હું છું શિયાળો, હું છું શિયાળો,

ઠંડો-ઠંડો હું છું શિયાળો.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics