ખંડેર બન્યું એ ઘર
ખંડેર બન્યું એ ઘર
1 min
138
શહેરમાં વસવાટ સાથે,
ખંડેર બન્યું એ ગામડાનું ઘર,
સિમેન્ટ-કોંક્રિટનાં બનેલા જંગલમાં,
ખંડેર બન્યું એ જૂનું માટીનું લીંપણવાળુંં ઘર,
ઘરમાં રહેલા આલીશાન સોફા વચ્ચે,
ખંડેર બન્યું એ ખાટલાવાળું ઘર,
પ્લાસ્ટિકનાં સજાવેલા ફૂલો વચ્ચે,
ખંડેર બન્યું એ ઘરમાં શોભતાં સાચા ફૂલોના તોરણવાળું ઘર,
શહેરીકરણ અને વિકાસની આડમાં,
ખંડેર બન્યું એ મારું ગામડાનું ઘર.
