મારે જાણવું છે
મારે જાણવું છે
ભગવાન મારે જાણવું છે,
તારી બનાવેલી દુનિયામાં આવું કેમ ?
મારે જાણવું છે.
એક શ્રીમંત વ્યક્તિ જેની પાસે છે ૪ રૂમનું મોટું ઘર,
છતાં તેને લાગે છે નાનું,
અને એક ગરીબ વ્યક્તિ જેની પાસે છે એક નાની એવી રૂમ,
છતાં તે ખુશ લાગે છે,
આવું કેમ ? મારે જાણવું છે.
એક વ્યક્તિ પાસે જમવા માટે ૫૬ ભોગ છે,
છતાં તેને સંતોષ નથી.
અને બીજો વ્યક્તિ જે સૂકો રોટલો અને મરચું જમે છે,
છતાં પણ એને સંતોષ છે,
આવું કેમ ? મારે જાણવું છે.
એક પિતા પાસે તેના બાળકને ભણાવા માટે લાખો રૂપિયા છે,
છતાં તે બાળકને ભણવું નથી.
અને બીજો પિતા જે પોતાના બાળકને ભણાવા સક્ષમ નથી,
તે બાળકને ખૂબજ ભણવાની અભિલાષા છે.
આવું કેમ ? મારે જાણવું છે.
એક વ્યક્તિ એની પાસે દુનિયાની બધીજ સુખ સાહેબી છે.
અને બીજા વ્યક્તિ પાસે કંઈજ નથી,
આવું કેમ ? ભગવાન મારે જાણવું છે.
