STORYMIRROR

Urvi Joshi

Others

4  

Urvi Joshi

Others

મારે જાણવું છે

મારે જાણવું છે

1 min
251

ભગવાન મારે જાણવું છે,

તારી બનાવેલી દુનિયામાં આવું કેમ ?

મારે જાણવું છે !


એક શ્રીમંત વ્યક્તિ જેની પાસે છે ચાર રૂમનું મોટું ઘર,

છતાં તેને લાગે છે નાનું,

અને એક ગરીબ વ્યક્તિ જેની પાસે છે એક નાની એવી રૂમ,

છતાં તે ખુશ લાગે છે,

આવું કેમ ? મારે જાણવું છે.


એક વ્યક્તિ પાસે જમવા માટે છપ્પન ભોગ છે,

છતાં તેને સંતોષ નથી.

અને બીજો વ્યક્તિ જે સુકો રોટલો અને મરચું જમે છે,

છતાં પણ એને સંતોષ છે,

આવું કેમ? મારે જાણવું છે.


એક પિતા પાસે તેના બાળકને ભણાવા માટે લાખો રૂપિયા છે,

છતાં તે બાળકને ભણવું નથી.

અને બીજો પિતા જે પોતાના બાળકને ભણાવા સક્ષમ નથી,

તે બાળકને ખૂબજ ભણવાની અભિલાષા છે.

આવું કેમ ? મારે જાણવું છે.


એક વ્યક્તિની પાસે દુનિયાની બધીજ સુખ સાહેબી છે.

અને બીજા વ્યક્તિ પાસે કંઇજ નથી,

આવું કેમ ? ભગવાન મારે જાણવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન