STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

4  

LALIT PRAJAPATI

Romance

મૌન

મૌન

1 min
495

ક્યાંક કમળ નીકળે ક્યાંક વમળ નીકળે

તરસની હદ વટાવો ને મૃગજળ નીકળે,


શબ્દો વગર ના સવાલો કરે નેણ અને

જવાબોમાં એના મૌન અકળ નીકળે,


માત્ર હસ્તાક્ષરથી કળાય બધી વેદના

કોરા એવા અશ્રુભીના કાગળ નીકળે,


બંને છીએ પોતાપોતાના મૌન પર અડગ

જોઈએ હવે કોણ કોની આગળ નીકળે,


મજલે આવ્યા પછી સફરને કરો જો યાદ

થાક સઘળો ઉતારે એવી કોઈ પળ નીકળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance